April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

વાપી મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર,  13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર, 26 મહિલાઓનો સમાવેશ... 

01:57:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વાપી મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર,</strong></span>  13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર, 26 મહિલાઓનો સમાવેશ... </p>

આજરોજ પ્રદેશ ભાજપના સંગઠનમાં એક અત્યંત મહત્વપૂર્ણ હલચલ જોવા મળી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સક્ષમ અને લોકપ્રિય ચહેરાઓની પસંદગી કરવાનો હતો. લાંબા સમય સુધી ચાલેલી આ ચર્ચાઓ અને વિવિધ પાસાઓના વિશ્લેષણ બાદ, પક્ષ દ્વારા વાપી મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોએ હાજરી આપીને પક્ષની જીત સુનિશ્ચિત કરવા માટે રણનીતિ ઘડી હતી.

ચૂંટણી સમિતિની આ બેઠકમાં થયેલી ગહન ચર્ચાના અંતે વાપી મહાનગરપાલિકાના ઉમેદવારોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી કરતી વખતે પક્ષ પ્રત્યેની નિષ્ઠા, જે-તે વિસ્તારમાં જનસંપર્ક અને વિકાસકાર્યો કરવાની ક્ષમતાને અને વિશેષ પ્રાધાન્ય તો મહિલાઓને આપવામાં આવ્યું છે. વાપીના ઔદ્યોગિક અને સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાં સંતુલિત પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જાહેરાત થતાની સાથે જ વાપીના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જુઓ સંપૂર્ણ યાદી... 

01

02

03