નસીબ ચમકાવી દેશે કામધેનુ ગાયની મૂર્તિ...જાણો ઘરમાં રાખવાની સાચી દિશા અને તેના ચમત્કારિક ફાયદા
હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં ગાયને માત્ર એક પશુ નહીં, પણ સાક્ષાત્ દેવી લક્ષ્મી અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ રાખવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને શુક્ર ગ્રહ મજબૂત બને છે, જે ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો કરે છે. ગાય અને વાછરડાની આ જોડી પ્રેમ અને માતૃત્વનું પણ પ્રતીક છે, જે પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધારે છે. જોકે, આ મૂર્તિ ત્યારે જ ફળદાયી નીવડે છે જ્યારે તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરવામાં આવે.
ઘરની કઈ દિશામાં ગાયની મૂર્તિ રાખવાથી ભાગ્ય ચમકી શકે છે અને કઈ જગ્યાએ રાખવાથી બચવું જોઈએ. હિન્દુ ધર્મમાં ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ ફળદાયી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગાય શુક્ર ગ્રહનું પ્રતીક છે, જ્યારે વાછરડું જીવનમાં નિરંતર પ્રગતિ, પ્રેમ અને માતૃત્વનો સંદેશ આપે છે. ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી આસપાસના વાતાવરણ પર ઊંડી સકારાત્મક અસર પડે છે.
સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સંગમ
ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી માત્ર સુખ-શાંતિ જ નહીં, પરંતુ આર્થિક સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. તે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધારવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને પરિણીત લોકો માટે પિત્તળની ગાયની મૂર્તિ રાખવી અતિ ઉત્તમ માનવામાં આવે છે, જે દંપતીના જીવનમાં મધુરતા લાવે છે.
દક્ષિણ-પૂર્વ દિશા છે સર્વોત્તમ
કામધેનુ ગાયને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેને ઘરની દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશામાં રાખવી શ્રેષ્ઠ છે. આ દિશા શુક્ર ગ્રહ સાથે જોડાયેલી હોવાથી ત્યાં પિત્તળની મૂર્તિ રાખવાથી પ્રગતિના દ્વાર ખુલે છે.
ડ્રોઇંગ રૂમમાં સ્થાપનાના ફાયદા
વાસ્તુ મુજબ, તમે ઘરના ડ્રોઇંગ રૂમમાં પણ ગાયની મૂર્તિ મૂકી શકો છો. આ સ્થાન પર મૂર્તિ રાખવાથી ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક વાતાવરણ સર્જાય છે. નવપરિણીત યુગલો જો તેમના રૂમ કે ડ્રોઇંગ રૂમમાં આ મૂર્તિ રાખે તો તેમના સંબંધોમાં વધુ ગાઢતા અને પ્રેમ આવે છે.
પૂજા સ્થાનમાં લક્ષ્મી સ્વરૂપે પૂજન
ઘરનું પૂજા સ્થાન સૌથી પવિત્ર ગણાય છે. કામધેનુ ગાય સાક્ષાત્ લક્ષ્મીનું સ્વરૂપ હોવાથી, પૂજા રૂમમાં તેની સ્થાપના કરવાથી અદભૂત પરિણામો મળે છે. આનાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને બાળકોમાં એકાગ્રતા તેમજ સંસ્કારોનું સિંચન થાય છે, જે તેમના શૈક્ષણિક વિકાસ માટે પણ શુભ છે.
ભૂલથી પણ આ જગ્યાએ ન રાખશો મૂર્તિ
કામધેનુ ગાયની મૂર્તિ ક્યારેય બેડરૂમ, બાથરૂમ કે તેની નજીકની જગ્યાઓ પર ન રાખવી જોઈએ. અપવિત્ર કે ગંદા સ્થાને મૂર્તિ રાખવાથી વિપરીત અસરો થઈ શકે છે અને ઘરમાં નકારાત્મકતા વધી શકે છે. મૂર્તિને હંમેશા સ્વચ્છ અને ગરિમાપૂર્ણ સ્થાને જ સ્થાપિત કરવી જોઈએ.
પિત્તળની મૂર્તિનું વિશેષ ફળ
જો તમે ઘરમાં પિત્તળની ધાતુની ગાયની મૂર્તિ લાવી રહ્યા હોવ, તો તેને ખાસ કરીને દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવાનો આગ્રહ રાખવો જોઈએ. આનાથી ઘરમાં સુખદ વાતાવરણ જળવાય છે અને પરિવારના આર્થિક સંકટો દૂર થાય છે. યોગ્ય દિશામાં રાખેલી મૂર્તિ ઘરના સભ્યોના ભાગ્યને ચમકાવવાની શક્તિ ધરાવે છે.