April 10, 2026
બોલિવૂડ

‘જન નાયકન’ની ક્લિપ લીક થતા પ્રોડ્યુસરનો આક્રોશ, કહ્યું- ‘આ રીતે તો ઇન્ડસ્ટ્રી બરબાદ થઈ જશે’

05:17:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>‘જન નાયકન’ની ક્લિપ લીક થતા </strong></span>પ્રોડ્યુસરનો આક્રોશ, કહ્યું- ‘આ રીતે તો ઇન્ડસ્ટ્રી બરબાદ થઈ જશે’</p>

સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની અત્યંત પ્રતિક્ષિત અને છેલ્લી ફિલ્મ 'જન નાયકન' રિલીઝ થાય તે પહેલા જ પાયરેસીનો શિકાર બની છે. સોશિયલ મીડિયા પર ફિલ્મની અંદાજે ૫ મિનિટની મહત્વની વીડિયો ક્લિપ લીક થઈ જતાં ફિલ્મ જગતમાં હડકંપ મચી ગયો છે. આ ક્લિપમાં વિજયનો ઈન્ટ્રોડક્શન સીન અને એક ગીતનો ભાગ હોવાનું સામે આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા જાણીતા પ્રોડ્યુસર ધનંજયને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, "જે લોકો ફેક એકાઉન્ટ બનાવીને પાયરેટેડ કન્ટેન્ટ ફેલાવી રહ્યા છે, તેમના પર સાયબર સેલે તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ."

તેમણે વધુમાં ઉમેર્યું કે આવી ઘટનાઓ તમિલ સિનેમાની આવક અને તેના ભવિષ્યને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. મેકર્સ દ્વારા KVN પ્રોડક્શનને આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવા અને કોર્ટમાં જઈને આ વીડિયો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવા વિનંતી કરવામાં આવી છે. જો આ લીક થયેલા ફૂટેજ રોકવામાં નહીં આવે, તો લાખો લોકો તેને ગેરકાયદે રીતે નિહાળશે, જેનાથી ફિલ્મના બિઝનેસ પર કરોડોની અસર પડી શકે છે.

એચ. વિનોથના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં થલાપતિ વિજય સાથે બોબી દેઓલ, પૂજા હેગડે, મમિતા બૈજુ અને પ્રિયામણી જેવા દિગ્ગજ કલાકારો છે. વિજયની આ છેલ્લી ફિલ્મ હોવાથી ચાહકોમાં ભારે ઉત્તેજના હતી, પરંતુ લીક થવાના સમાચારથી ફેન્સ પણ આહત થયા છે. સિનેમા જગતના અનેક અગ્રણીઓએ એકસૂરે પાયરેસી સામે કડક કાયદો બનાવવાની અને ગુનેગારોને જેલ ભેગા કરવાની માગ કરી છે.