April 7, 2026
બોલિવૂડ

વિજય વર્માનો નવો ધમાકો: 'મટકા કિંગ'માં જોવા મળશે જુગારના કિંગ બનવાની સફર, કૃતિકા કામરાના અંદાજે ચાહકોને કર્યા ઘાયલ

04:09:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વિજય વર્માનો નવો ધમાકો: </strong></span>'મટકા કિંગ'માં જોવા મળશે જુગારના કિંગ બનવાની સફર, કૃતિકા કામરાના અંદાજે ચાહકોને કર્યા ઘાયલ</p>

પોતાની બહુમુખી પ્રતિભા અને શાનદાર એક્ટિંગ માટે જાણીતા વિજય વર્મા ફરી એકવાર ધમાકેદાર અંદાજમાં પરત ફરી રહ્યા છે. એમેઝોન પ્રાઇમ વિડિયોની મોસ્ટ અવેટેડ વેબ સીરિઝ 'મટકા કિંગ'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. જુગારની દેશી અને અંધારી દુનિયા પર આધારિત આ સીરિઝમાં વિજય વર્માનો રગ્ડ લૂક અને અભિનય ચાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સીરિઝમાં વિજય વર્મા 'બ્રિજ ભટ્ટી' નામના પાત્રમાં જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં બ્રિજ એક સામાન્ય મજૂર તરીકે દેખાય છે, જે પોતાના માલિક પાસે પગાર માટે કરગરતો હોય છે.

જોકે, ગરીબી અને લાચારીથી કંટાળીને તે કંઈક મોટું કરવાનું નક્કી કરે છે અને ત્યાંથી શરૂ થાય છે તેની 'મટકા કિંગ' બનવાની રોમાંચક અને જોખમી સફર. સીરિઝમાં લોકપ્રિય અભિનેત્રી કૃતિકા કામરા એક મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ટ્રેલરમાં તેનો ગ્લેમરસ અને પ્રભાવશાળી લૂક વાયરલ થયો છે. તે વિજય વર્માના પાત્ર સાથે દિલનો દાવ લગાવતી પણ જોવા મળે છે. આ ઉપરાંત ગિરીશ કુલકર્ણી, ગુલશન ગ્રોવર અને સિદ્ધાર્થ જાધવ જેવા દિગ્ગજ કલાકારો પણ આ સીરિઝમાં પાવરફુલ પરફોર્મન્સ આપતા દેખાશે. 'મટકા કિંગ'ની વાર્તા જોતા ઘણા લોકોને 70ના દાયકાના મટકા કિંગ રતન ખત્રીની યાદ આવી રહી છે.

રતન ખત્રીએ મુંબઈમાં મટકાની રમત શરૂ કરી હતી. જોકે, મેકર્સ દ્વારા આ સીરિઝ રતન ખત્રીની બાયોપિક હોવાનો સત્તાવાર દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ વાર્તાના તાર અને મુંબઈની અન્ડરવર્લ્ડ ગલીઓ તેની સાથે ઘણી મળતી આવે છે. સોલિડ ટીઝર બાદ હવે દમદાર ટ્રેલર આવતા ચાહકોમાં આ સીરિઝ પ્રત્યેની આતુરતા બમણી થઈ ગઈ છે. 'મટકા કિંગ' આગામી 17 એપ્રિલના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. વિજય વર્માની શાનદાર એક્ટિંગ અને મટકાની અનોખી દુનિયા આ શોને વર્ષ 2026ના 'મસ્ટ વોચ' લિસ્ટમાં મૂકે છે.