April 1, 2026
ગુજરાત

PM આવાસ યોજનાના નિયમોનું ઉલ્લંઘન: ભાવનગરમાં ભાડુઆત રાખનારા વધુ 15 આવાસો સીલ

03:42:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">PM આવાસ યોજનાના નિયમોનું ઉલ્લંઘન:</span> ભાવનગરમાં ભાડુઆત રાખનારા વધુ 15 આવાસો સીલ</strong></p>

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતાનું ઘર પૂરું પાડવાનો છે. આ યોજનાના નિયમ મુજબ, ફાળવવામાં આવેલ આવાસમાં મૂળ લાભાર્થીએ પોતે જ રહેવાનું હોય છે. જો લાભાર્થી આ મકાન અન્યને ભાડે આપે અથવા લાંબા સમય સુધી બંધ રાખે, તો તે યોજનાના હેતુનો ભંગ ગણાય છે. આવા દુરુપયોગને રોકવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે તપાસ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.

તરસમિયા રોડ આવાસ યોજનામાં કાર્યવાહી

ભાવનગરના તરસમિયા રોડ પર મહાદેવનગરની સામે આવેલા EWS-1 આવાસ યોજના (પ્લોટ નંબર 46) માં ગત 12 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ યોજનામાં કુલ 252 આવાસો છે. તપાસ દરમિયાન 27 આવાસોમાં ભાડુઆત અને 92 આવાસોમાં મૂળ લાભાર્થી જોવા મળ્યા હતા, જ્યારે 67 મકાનો બંધ હાલતમાં હતા.

તંત્ર દ્વારા કુલ 94 આસામીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસનો સમય મર્યાદામાં સંતોષકારક ખુલાસો ન મળતા, શુક્રવારે મહાપાલિકાએ 13 આવાસોને સીલ મારી દંડની વસૂલાત કરી હતી.

રૂવા રીંગ રોડ પર થયેલી તપાસ

રૂવા રીંગ રોડ ખાતે ફાઈનલ પ્લોટ નંબર 104 પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ ગત 3 ફેબ્રુઆરીએ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અહીં કુલ 120 આવાસો આવેલા છે. જેમાંથી 34 મકાનોમાં ભાડુઆત અને 49 માં મૂળ માલિકો રહેતા હતા, જ્યારે 37 મકાન બંધ હતા. નોટિસ આપવા છતાં આવાસ ખાલી ન કરનાર અને ખુલાસો રજૂ ન કરનાર 2 આવાસના માલિકો સામે કાર્યવાહી કરી મકાન સીલ કરવામાં આવ્યા હતા.

મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં આવેલી આવાસ યોજનાઓમાં પણ આ પ્રકારે તબક્કાવાર તપાસ ચાલુ રાખવામાં આવશે.