જીત પછી 'લેડી લક'ને સલામ: કોહલીએ સ્ટેડિયમમાં જ અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી, વીડિયો વાયરલ!
IPL 2026ની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઈતિહાસ રચી દીધો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના 202 રનના વિશાળ લક્ષ્યાંકને RCBએ માત્ર 15.4 ઓવરમાં જ પાર પાડી દીધો હતો. આ IPL ઇતિહાસના સૌથી ઝડપી રનચેઝ પૈકીનો એક છે, જેની સાથે જ બેંગલુરુએ મી સીઝનમાં ધમાકેદાર વિજય સાથે શરૂઆત કરી છે. આ મેચમાં વિરાટ કોહલી ફરી એકવાર શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની ઈનિંગ દરમિયાન એક જ વેન્યૂ (એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ) પર સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
મેચ દરમિયાન સૌથી વધુ ચર્ચા જગાવનારી ક્ષણ ત્યારે આવી જ્યારે વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ અને મેચ જીત્યા પછી સ્ટેન્ડમાં બેઠેલી પત્ની અનુષ્કા શર્માને 'ફ્લાઈંગ કિસ' આપી હતી. આ ક્ષણે આખું સ્ટેડિયમ 'કોહલી-કોહલી'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. . સોશિયલ મીડિયા પર આ વીડિયો માત્ર ગણતરીની મિનિટોમાં વાયરલ થયો છે અને ફેન્સ તેને 'કપલ ગોલ્સ' કહી રહ્યા છે. વર્ષોથી અનુષ્કા શર્મા વિરાટ કોહલીને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર રહે છે. મેચમાં પણ અનુષ્કાની હાજરી વિરાટ માટે 'લેડી લક' સાબિત થઈ હોય તેમ લાગ્યું હતું.
કોહલીએ માત્ર રન જ ન બનાવ્યા, પણ એક જ મેદાન પર સૌથી વધુ ફિફ્ટી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. આ રોમેન્ટિક પળ જોઈને સ્ટેડિયમમાં હાજર ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા. વિરાટ અને અનુષ્કા વચ્ચેની આ કેમિસ્ટ્રીએ સાબિત કર્યું કે સફળતાના શિખરે હોવા છતાં વિરાટ પોતાના પરિવાર અને પત્નીના સપોર્ટને હંમેશા પ્રાથમિકતા આપે છે. ફેન્સ આ ક્ષણને IPL 2026ની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ 'મેચ મોમેન્ટ' ગણાવી રહ્યા છે.વિરાટના રેકોર્ડ અને ટીમની જીતને ફેન્સે ફટાકડા ફોડીને વધાવી લીધી હતી. આ જીત સાથે RCB હવે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થાને પહોંચ્યું છે.