April 9, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપની રણનીતિ તૈયાર, 19 વોર્ડમાં નવા ચહેરાઓ પર મહોર

07:24:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વડોદરા મહાનગરપાલિકામાં</strong></span> ભાજપની રણનીતિ તૈયાર, 19 વોર્ડમાં નવા ચહેરાઓ પર મહોર</p>

વડોદરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે મોટી કવાયત હાથ ધરી છે. ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ વડોદરા મહાનગરપાલિકા  અને જિલ્લા પંચાયત માટે પક્ષનું માળખું આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. ભાજપે આ વખતે વડોદરામાં સત્તા જાળવી રાખવા માટે લક્ષ્યાંક સાથે પ્રચાર અભિયાનના શ્રીગણેશ કર્યા છે. ભાજપના નવા માળખામાં આ વખતે ખાસ કરીને યુવા અને વ્યવસાયિક રીતે સક્ષમ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વડોદરાના 19 વોર્ડની 76 બેઠકો માટે ભાજપે એવા ઉમેદવારોની પસંદગી કરી છે જેઓ સોશિયલ મીડિયા પર સક્રિય હોવાની સાથે સ્થાનિક સ્તરે પણ લોકપ્રિયતા ધરાવે છે.

પક્ષના આદેશ મુજબ, આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને ઉમેદવારોના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. વડોદરાના રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચા ‘નો-રિપીટ’ થીયરીની છે. પક્ષ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે જેઓ બે કે તેથી વધુ ટર્મથી કોર્પોરેટર છે અથવા જેમની ઉંમર નિર્ધારિત મર્યાદાથી વધુ છે, ચૂંટણી માળખામાં 50 ટકા મહિલા અનામતના નિયમનું ચુસ્ત પાલન કરવાની સાથે ભાજપે સામાન્ય બેઠકો પર પણ સક્રિય મહિલા કાર્યકરોને તક આપી છે. વડોદરાના વિવિધ ભૌગોલિક અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઓબીસી, એસસી અને એસટી બેઠકો પર મજબૂત પેનલ તૈયાર કરવામાં આવી છે.

આ રણનીતિ પાછળ વિપક્ષી મતોનું વિભાજન અટકાવવાનો મુખ્ય હેતુ રહેલો છે. માત્ર શહેર જ નહીં, પણ વડોદરા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો માટે પણ ભાજપે ઉમેદવારોના નામ પર આખરી મહોર મારી દીધી છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત લક્ષી છબી ધરાવતા અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પક્ષના નિરીક્ષકો દ્વારા ગામે-ગામ જઈને લેવાયેલા સેન્સ બાદ જ આ યાદી તૈયાર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.  

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પડકારને પહોંચી વળવા માટે ભાજપે ‘પેનલ પ્રથા’ પર ભાર મૂક્યો છે. વડોદરાના વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાની ઘટના બાદ ભાજપે પોતાની રણનીતિ વધુ આક્રમક બનાવી છે. પક્ષ દ્વારા દરેક વોર્ડ માટે અલગ-અલગ ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ઉમેદવારોના પ્રચાર અને સંગઠન વચ્ચે કડી તરીકે કામ કરશે.