April 1, 2026
ગુજરાત

વડોદરામાં મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ સુધીના હંગામી દબાણો હટાવાયા

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p>વડોદરામાં મહાવીર હોલ ચાર રસ્તાથી <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સરદાર એસ્ટેટ સુધીના હંગામી દબાણો હટાવાયા</strong></span></p>

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક અને રસ્તાની સફાઈને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા 'વન ડે, વન રોડ' કાર્યક્રમ અંતર્ગત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે આજે સવારથી જ પાલિકાની ટીમ એક્શન મોડમાં જોવા મળી હતી. આજની આ કાર્યવાહી ખાસ કરીને મહાવીર હોલ ચાર રસ્તાથી લઈને સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગ પર કેન્દ્રિત કરવામાં આવી હતી. આ માર્ગ પર લાંબા સમયથી ગેરકાયદે દબાણોને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આ દબાણ હટાવો ઝુંબેશમાં પાલિકાના માત્ર એક વિભાગ નહીં, પરંતુ તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. એન્જિનિયરિંગ, દબાણ શાખા અને હેલ્થ વિભાગની સંયુક્ત ટીમોએ સાથે મળીને રસ્તાની બંને સાઈડે ઓપરેશન પાર પાડ્યું હતું. પાલિકાની ટીમે રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા લારી-ગલ્લા, ગેરકાયદે ઊભા કરાયેલા હંગામી શેડ અને પથારાવાળાઓ પર ત્રાટકી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આશરે બે ટ્રક ભરીને વિવિધ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

રસ્તાની ફૂટપાથ અને જાહેર માર્ગો રોકીને ઊભા રાખવામાં આવેલા ગેરેજના બે વાહનો પણ પાલિકાએ જપ્ત કર્યા હતા. ગેરેજ સંચાલકો દ્વારા જાહેર રસ્તાનો પાર્કિંગ તરીકે ઉપયોગ થતો હોવાની ફરિયાદો બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.આ કડક કાર્યવાહીના પરિણામે મહાવીર હોલથી સરદાર એસ્ટેટ સુધીનો રસ્તો એકદમ ખુલ્લો અને પહોળો જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ પાલિકાની આ કામગીરીને આવકારી હતી. 

પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વ્યસ્ત માર્ગો પર આ જ પ્રકારે 'વન ડે, વન રોડ' અભિયાન શરૂ રહેશે. દબાણકર્તાઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો ફરીથી દબાણ કરવામાં આવશે તો આકરો દંડ વસૂલવાની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.