AIથી બન્યો રામાયણનો અયોધ્યા સીન? રણબીર કપૂરના વાયરલ એન્ટ્રી શોટ પર કો-એક્ટરે તોડી ચુપ્પી
નિતેશ તિવારી દ્વારા નિર્મિત રામાયણનું ટીઝર જાહેર થયા પછી ફિલ્મ સતત સુર્ખીઓમાં છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના VFX અને અયોધ્યા સીનને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને અત્યંત પ્રભાવશાળી માની રહ્યા છે, તો કેટલાક તેને AI જનરેટેડ ગણાવી રહ્યા છે.
ટીઝરમાં રણબીર કપૂરનો એક એન્ટ્રી સીન ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં રણબીર અયોધ્યામાં પ્રવેશ કરે છે અને તેમના આગમન પર ફૂલોની વર્ષા થાય છે. આ સીનમાં રણબીર રાજા જેવા ગેટઅપમાં દેખાય છે.
many are saying it's not AI.okay explain this:
— Raj (@idfcwau) April 3, 2026
blue turban guy next to the kid his turban colour changes to purple in between shots pic.twitter.com/mbJIzdgAGf https://t.co/9mreqZv9bz
AIના આરોપ પર કો-એક્ટરનું રિએક્શન
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ સીનને AIથી બનાવેલો ગણાવ્યો હતો. ખાસ કરીને એક સીનમાં રણબીરની બાજુમાં ઊભેલા વાદળી પગડીવાળા વ્યક્તિની પગડીનો રંગ અલગ-અલગ શોટમાં બદલાતો દેખાતો હતો. હવે તે જ વાદળી પગડીવાળા એક્ટર સાકેત પટેલે આ આરોપ પર પોતાની ચુપ્પી તોડી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કહ્યું,
View this post on Instagram
“હું સાકેત પટેલ છું. હું એક એક્ટર છું અને મારા પર વિશ્વાસ કરો — હું AI નથી.”
સાકેતે આગળ કહ્યું, “ખબક નથી કેમ, લોકોને પૂરો વિશ્વાસ થઈ ગયો છે કે મારું કોઈ અસ્તિત્વ જ નથી. મેં આ સીનની શૂટિંગ લગભગ બે વર્ષ પહેલા કરી હતી. અસલી ભીડ સાથે, અસલી સેટ પર, હું પોતે અસલી હતો અને મારી સામે અસલી રણબીર કપૂર હતા. મજાની વાત એ છે કે, 2026માં જો કોઈ વસ્તુ ખૂબ સારી લાગે છે તો લોકો તેને ફેક કહી દે છે.”