April 3, 2026
ભારત

પશ્ચિમ બંગાળ CIDની મોટી કાર્યવાહી : માલદા હિંસાનો માસ્ટરમાઇન્ડ બાગડોગરા એરપોર્ટ પરથી ઝડપાયો, ભાગવાની ફિરાકમાં હતો...

11:10:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પશ્ચિમ બંગાળ CIDની મોટી કાર્યવાહી : </strong></span>માલદા હિંસાનો માસ્ટરમાઇન્ડ બાગડોગરા એરપોર્ટ પરથી ઝડપાયો, <strong>ભાગવાની ફિરાકમાં હતો...</strong></p>

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના કાલિયાચકમાં ફાટી નીકળેલી હિંસાના મુખ્ય સૂત્રધાર અને વ્યવસાયે વકીલ એવા મોફક્કરુલ ઈસ્લામને CIDએ બાગડોગરા એરપોર્ટ પરથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આજે શુક્રવારની વહેલી સવારે જ્યારે તે રાજ્ય છોડીને નાસી જવાની ફિરાકમાં હતો, ત્યારે જ તપાસ એજન્સીએ તેને દબોચી લીધો હતો. આ ઘટનાનો પ્રારંભ ત્યારે થયો જ્યારે કાલિયાચકમાં મતદાર યાદીમાંથી નામો કપાઈ જવાના વિરોધમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શને હિંસક વળાંક લેતા સાત જેટલા ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ગંભીર ઘટના બની હતી, જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે આકરા તેવર અપનાવ્યા છે અને સુઓમોટો સંજ્ઞાન લેતા ટિપ્પણી કરી છે કે પશ્ચિમ બંગાળમાં હાલ દરેક વ્યક્તિ રાજકીય ભાષા બોલી રહી છે અને સરકારી અધિકારીઓને ડરાવવાની કોશિશ થઈ રહી છે. CJIએ ચૂંટણી પંચને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તમામ અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવે. બીજી તરફ, ચૂંટણી પંચે પણ આ મામલે પશ્ચિમ બંગાળના DGP પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

આ ઘટના બાદ રાજ્યમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. એક તરફ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આ સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે, તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભંડારીએ આરોપ લગાવ્યો છે કે બંગાળમાં લોકશાહીનું શાસન ખતમ થઈ ગયું છે અને ત્યાં હવે માત્ર ડરનું શાસન છે. વકીલ મોફક્કરુલ ઈસ્લામની ધરપકડ બાદ હવે આ હિંસા પાછળના અન્ય મોટા માથાઓ અને ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે CIDએ તપાસ તેજ કરી છે.