પ.બંગાળમાં સત્તાનો મહાસંગ્રામ....મમતાના ગઢમાં ભાજપની આક્રમક એન્ટ્રી અને કંગનાના નિવેદનથી રાજકીય ગરમાવો
પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જી સતત ચોથી વખત વિજય મેળવવા મેદાને ઉતર્યા છે. ટીએમસી આ વખતે 'લક્ષ્મી ભંડાર' અને 'કન્યાશ્રી' જેવી કલ્યાણકારી યોજનાઓના જોરે મહિલાઓ અને ગ્રામીણ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે, જ્યારે બંગાળની અસ્મિતાનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને રાખ્યો છે.બીજી તરફ, ભાજપે બૂથ સ્તરના મજબૂત મેનેજમેન્ટ અને આક્રમક રણનીતિ સાથે મમતા બેનર્જીના અજય ગઢમાં ગાબડું પાડવા તૈયારી કરી છે.
શાસન વિરોધી લહેર અને એસઆઈઆર અભિયાનને કારણે સત્તાધારી પક્ષમાં થોડી ગભરામણ જોવા મળી રહી છે, જેનો સીધો ફાયદો ભાજપ ઉઠાવવા માંગે છે. ચૂંટણીના આ કંગનાના આ નિવેદન સામે કોંગ્રેસ નેતા રાશીદ આલ્વીએ આકરો પલટવાર કર્યો છે. તેમણે કંગનાની ભાષાને અશિક્ષિત વ્યક્તિ જેવી ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ફિલ્મી દુનિયા અને ગંભીર રાજકારણ વચ્ચે મોટો તફાવત છે. રાજકારણમાં આવી છીછરી ભાષાને કોઈ સ્થાન નથી તેમ તેમણે જણાવ્યું હતું, આ દરમિયાન દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મેરેથોન બેઠકોનો દોર શરૂ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી. નડ્ડાની હાજરીમાં આસામ, પુંડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળના સંભવિત ઉમેદવારોના નામ પર મોડી રાત સુધી મંથન ચાલી રહ્યું છે.બેઠકમાં પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ પ્રમુખ સમીક ભટ્ટાચાર્ય સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ આ વખતે જીતી શકે તેવા મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતારવા માટે રાજ્યવાર યાદીઓ ચકાસી રહ્યું છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.