April 10, 2026
ગુજરાત

ઉનાળુ વેકેશનમાં યાત્રિકોને મોટી રાહત: 12 એપ્રિલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે 'સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન' દોડશે

02:59:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ઉનાળુ વેકેશનમાં યાત્રિકોને મોટી રાહત: </span>12 એપ્રિલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે 'સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન' દોડશે</strong></p>

ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોને સુવિધા પૂરી પાડવા માટે ભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે વિશેષ સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવશે. આગામી 12 એપ્રિલ, 2026 થી આ ટ્રેન દોડાવવામાં આવશે, જેના માટે 10 એપ્રિલથી ટિકિટ બુકિંગનો પ્રારંભ થશે.

વધારાના ધસારાને પહોંચી વળવા 'ટ્રેન ઓન ડિમાન્ડ'

ઉનાળાના વેકેશનમાં ઉત્તર ભારત અને ધાર્મિક સ્થળો તરફ જતા પ્રવાસીઓનો ધસારો વધતો હોય છે. જેને ધ્યાને રાખીને, રેલવે વિભાગે 'ટ્રેન ઓન ડિમાન્ડ' હેઠળ આ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યું છે. આ ટ્રેન વિશેષ ભાડા સાથે સંચાલિત કરવામાં આવશે. એપ્રિલ 2026 થી મે 2026 દરમિયાન બંને દિશામાં આ ટ્રેનના કુલ 8-8 ફેરા થશે.

જાણો ટ્રેન નંબર 09271 નો સમય અને રૂટ

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 09271 ભાવનગર ટર્મિનસ – હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ 12 એપ્રિલ, 2026 થી 31 મે, 2026 સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર રવિવારે સવારે 04:25 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે, એટલે કે સોમવારે બપોરે 15:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે.

પરત ફરવા માટેનું સમયપત્રક (ટ્રેન નંબર 09272)

હરિદ્વારથી પરત ફરતા યાત્રિકો માટે ટ્રેન નંબર 09272 હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 01 જૂન, 2026 સુધી સંચાલિત થશે. આ ટ્રેન હરિદ્વારથી દર સોમવારે સાંજે 16:25 વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે સવારે 04:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પરત ફરશે.