April 1, 2026
લાઈફ સ્ટાઇલ

પ્રાઈવસી ફર્સ્ટ! ઓવરશેરિંગની આદત બદલો અને તમારી પર્સનલ લાઈફને મુસીબતોથી બચાવો

02:37:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પ્રાઈવસી ફર્સ્ટ! </strong></span>ઓવરશેરિંગની આદત બદલો અને તમારી પર્સનલ લાઈફને મુસીબતોથી બચાવો</p>

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર બધું જ શેર કરવાની આદત એટલે કે 'ઓવરશેરિંગ' એક ગંભીર સમસ્યા બની રહી છે. પોતાની પર્સનલ અને ઈમોશનલ વાતો જરૂર કરતાં વધારે લોકો સાથે શેર કરવાથી માત્ર તમારી પ્રાઈવસી જ નહીં, પણ તમારા સંબંધો અને માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી શકે છે. ધ્યાન મેળવવાની ઈચ્છા કે ઈમોશનલ સપોર્ટની શોધમાં ઘણીવાર લોકો પોતાની મર્યાદા ભૂલી જતા હોય છે, જેનો અન્ય લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

તમારી અંગત વાતોને સુરક્ષિત રાખવા અને માનસિક શાંતિ જાળવવા માટે ઓવરશેરિંગની આદતને કાબૂમાં લેવી અને યોગ્ય મર્યાદા નક્કી કરવી ખૂબ જ અનિવાર્ય છે.આજના આધુનિક અને સોશિયલ મીડિયાના યુગમાં લોકો પોતાની લાગણીઓ અને અંગત પળોને અન્યો સાથે શેર કરવા માટે આતુર હોય છે. પરંતુ, પોતાની પર્સનલ અને ઈમોશનલ વાતો જરૂર કરતાં વધારે શેર કરવાની આદત, જેને ટેકનિકલ ભાષામાં 'ઓવરશેરિંગ' હેવામાં આવે છે,

વ્યક્તિની પ્રાઈવસી, સંબંધો અને માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. વ્યક્તિની પ્રાઈવસી, સંબંધો અને માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. ઘણીવાર ધ્યાન મેળવવાની ઈચ્છા કે ઈમોશનલ સપોર્ટની શોધમાં લોકો પોતાની મર્યાદા ભૂલી જઈને અંગત વિગતો જાહેર કરી દે છે, જેનો અન્ય લોકો ગેરફાયદો ઉઠાવી શકે છે

શું છે ઓવરશેરિંગ?

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ખાનગી માહિતી, ભાવનાત્મક સમસ્યાઓ અથવા વ્યક્તિગત વિગતો યોગ્ય મર્યાદા વગર અથવા ખોટી જગ્યાએ (ખાસ કરીને સોશિયલ મીડિયા પર) શેર કરે છે, ત્યારે તેને ઓવરશેરિંગ કહેવાય છે. આ આદત પાછળ લોકોનું ધ્યાન ખેંચવાની ઈચ્છા, ઈમોશનલ સપોર્ટની જરૂરિયાત અથવા પોતાની સીમાઓ નક્કી ન કરી શકવા જેવા પરિબળો જવાબદાર હોય છે. અંગત માહિતી જાહેર થવાથી તેનો દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે, દરેક વ્યક્તિ તમારી સંવેદનશીલ વાતો સમજી શકતી નથી, જેનાથી ગેરસમજ ઉભી થાય છે. કેટલીકવાર લોકો તમારી નબળાઈ કે અંગત વાતોનો ઉપયોગ કરીને તમારો ગેરફાયદો ઉઠાવી શકે છે, જે તમારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

વિચારીને બોલવું 

કોઈ પણ અંગત વાત શેર કરતા પહેલા પોતાને પૂછો કે 'શું આ જણાવવું ખરેખર જરૂરી છે?'

સીમાઓ નક્કી કરો

તમારી પર્સનલ લાઈફ વિશે કોને અને કેટલું જણાવવું તેની એક મર્યાદા નક્કી કરો.

વિશ્વાસપાત્ર વર્તુળ

દરેકને બધી વાત કહેવાને બદલે માત્ર વિશ્વાસપાત્ર મિત્રો કે પરિવારના સભ્યોના નાના સર્કલ સુધી જ સીમિત રહો.

ઈમોશનલ મજબૂતી

તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખતા શીખવું જોઈએ જેથી ધ્યાન મેળવવા માટે વાતો શેર કરવાની જરૂર ન પડે.

મૌનનું મહત્વ

ઓછું બોલવાની આદત પર્સનાલિટીને મજબૂત બનાવે છે અને બિનજરૂરી વાતો બહાર જતી અટકાવે છે. જો સમયસર ઓવરશેરિંગની આદત પર અંકુશ મેળવવામાં ન આવે, તો તે માનસિક શાંતિ હણી શકે છે. સમજદારી અને આત્મનિયંત્રણ એ જ આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ છે.