April 1, 2026
ટેકનોલોજી

WhatsApp લાવ્યું એવું ફીચર કે જે મિનિટોનું કામ સેકન્ડોમાં કરી દેશે, જાણો WhatsAppના આ નવા ફીચર શું છે ખાસ...

02:20:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>WhatsApp લાવ્યું એવું ફીચર કે જે મિનિટોનું કામ સેકન્ડોમાં કરી દેશે,</strong></span> જાણો WhatsAppના આ નવા ફીચર શું છે ખાસ...</p>

દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે એક ક્રાંતિકારી ફીચર પર કામ શરૂ કર્યું છે. ઘણીવાર આપણે કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે વોટ્સએપ ગ્રુપ્સ કે પર્સનલ ચેટમાં મેસેજનો ખડકલો થઈ જતો હોય છે, જેને એક-એક કરીને વાંચવા ખૂબ જ સમય માંગી લેતું કામ છે. આ સમસ્યાના ઉકેલ રૂપે વોટ્સએપ હવે 'મેસેજ સમરી' ફીચર લાવી રહ્યું છે, જે તમામ અનરીડ (ન વંચાયેલા) મેસેજનો એક સચોટ અને ટૂંકો સારાંશ તૈયાર કરી આપશે. આ ફીચરની મદદથી યુઝર્સ માત્ર એક ક્લિક પર જાણી શકશે કે તેમની ગેરહાજરીમાં ચેટમાં કઈ મહત્વની વાતો થઈ છે, જેનાથી સમયની મોટી બચત થશે.
વોટ્સએપના ફીચર્સ પર નજર રાખતી જાણીતી વેબસાઇટ Wabetainfoના રિપોર્ટ અનુસાર, આ નવું ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ લેટેસ્ટ બીટા વર્ઝન 2.26.12.10માં તેની ઝલક જોવા મળી છે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે વરદાન સાબિત થશે જેઓ અનેક એક્ટિવ ગ્રુપ્સમાં જોડાયેલા છે. રીપોર્ટમાં શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટ મુજબ, યુઝર્સને તેમની મિસ થયેલી ચેટ્સનો એક નાનો અને સચોટ ઓવરવ્યૂ મળશે, જેથી તેઓ આખી ચેટ સ્ક્રોલ કર્યા વગર જ મુખ્ય મુદ્દાઓ સમજી શકશે.

સુરક્ષાના મોરચે પણ વોટ્સએપે આ ફીચરને અત્યંત મજબૂત બનાવ્યું છે. આ મેસેજ સમરી ફીચર મેટાની એડવાન્સ 'પ્રાઈવેટ પ્રોસેસિંગ ટેકનોલોજી' પર આધારિત છે. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે ડેટા પ્રોસેસિંગ એક સુરક્ષિત અને ખાનગી એન્વાયરમેન્ટમાં થાય છે, જેના કારણે ખુદ મેટા કે વોટ્સએપ પણ યુઝર્સની પર્સનલ ચેટ વાંચી શકતા નથી. આ સિસ્ટમની વિશ્વસનીયતા ચકાસવા માટે એનસીસી ગ્રુપ અને ટ્રાયલ ઓફ બાઈટ્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા ઓડિટ કરવામાં આવ્યું છે, જેમાં આ ફીચર સુરક્ષાના તમામ માપદંડો પર ખરું ઉતર્યું છે.

નોંધનીય છે કે આ ફીચરનો ઉપયોગ કરવો કે નહીં તે સંપૂર્ણપણે યુઝરના હાથમાં રહેશે. વોટ્સએપે તેને એક ઓપ્શનલ ફીચર તરીકે રાખ્યું છે, એટલે કે તે ડિફોલ્ટ રીતે બંધ રહેશે. જે યુઝર્સ પોતાની ચેટનો સારાંશ મેળવવા માંગતા હોય તેમણે મેન્યુઅલી સેટિંગ્સમાં જઈને તેને ઓન કરવું પડશે. પ્રાઈવસી અને સુવિધાના અદભૂત સમન્વય સમાન આ ફીચર ટૂંક સમયમાં જ તમામ સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે.