કોણ છે રાહુલ કુમાર? જેની બેટિંગ જોઈને દિગ્ગજ યુવરાજ સિંહને યાદ આવી ગયો વૈભવ સૂર્યવંશી!
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તાજેતરમાં એક યુવા ખેલાડીની પ્રતિભા પર મોટું નિવેદન આપ્યું છે. યુવરાજે 18 વર્ષીય બેટ્સમેન રાહુલ કુમારને વિશ્વ ક્રિકેટનો બીજો ‘વૈભવ સૂર્યવંશી’ ગણાવ્યો છે. યુવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાહુલ ભવિષ્યનો સુપરસ્ટાર બેટ્સમેન બનશે અને તેઓ પોતે તેની સાથે કામ કરીને તેને આગામી એક વર્ષમાં મોટી ટૂર્નામેન્ટો માટે તૈયાર કરશે. રાહુલ કુમાર માત્ર 18 વર્ષનો પ્રતિભાશાળી ડાબોડી બેટ્સમેન છે, જે બેટિંગની સાથે ઓફ-સ્પિન બોલિંગમાં પણ નિપુણતા ધરાવે છે. તે પંજાબ અને ભારતની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે.
મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા રાહુલે પોતાની આક્રમક રમતથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજ ખેલાડીનું માર્ગદર્શન મેળવવામાં સફળ રહ્યો છે. રાહુલ કુમારના આંકડા તેની ક્ષમતાની સાક્ષી પૂરે છે. તેણે 4 અંડર-19 વનડે મેચોમાં 81.70ની શાનદાર સરેરાશથી 245 રન બનાવ્યા છે. આ સિવાય વીનુ માંકડ ટ્રોફીમાં તેણે 56.27ની સરેરાશથી 225 રન ફટકાર્યા હતા. વર્ષ 2005માં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ભારત વિરુદ્ધ 182 બોલમાં 125 રનની શાનદાર ઈનિંગ રમીને તેણે પોતાની મજબૂત ઓળખ બનાવી હતી. રાહુલ કુરામ પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે અંડર-19 રમવાનો સારો અનુભવ છે.
જુલાઈ 2025માં તે ભારતીય અંડર-19 ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો, જ્યાં તેણે પ્રથમ ટેસ્ટમાં 85 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને અફઘાનિસ્તાન વિરુદ્ધની ત્રિકોણીય સીરિઝમાં પણ ભારતની અંડર-19 ટીમનો મહત્વનો હિસ્સો રહ્યો હતો. યુવરાજ સિંહે રાહુલની સરખામણી 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સાથે કરી છે, જેણે IPL 2026માં સીએસકે સામે માત્ર 17 બોલમાં 51 રન ફટકારીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું હતું. યુવીનું માનવું છે કે જે પ્રકારનું ‘એક્સ-ફેક્ટર’ વૈભવમાં છે, તેવું જ તેજ રાહુલ કુમારમાં પણ જોવા મળે છે.