April 2, 2026
સ્પોર્ટ્સ

સમીર રિઝવીની વિસ્ફોટક ફિફ્ટી: 9 બોલ સુધી ખાતું ન ખોલી શકનાર ખેલાડીએ કેવી રીતે પલટી મેચ?

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સમીર રિઝવીની વિસ્ફોટક ફિફ્ટી: </strong></span>9 બોલ સુધી ખાતું ન ખોલી શકનાર ખેલાડીએ કેવી રીતે પલટી મેચ?</p>

ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં એક 'લોકલ બોય' ઇન્ટરનેશનલ સ્ટાર્સ પર ભારે પડ્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા યુવા બેટર સમીર રિઝવીએ પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર લખનઉ સુપર જાયન્ટ્સના બોલરોની બરાબરની ધોલાઈ કરીને એકલા હાથે બાજી પલટી નાખી હતી. જે મેદાન પર સમીર ક્રિકેટના પાઠ શીખ્યો હતો, તે જ મેદાન પર તેણે 47 બોલમાં અણનમ 70 રન ફટકારીને દિલ્હીને ચમત્કારિક જીત અપાવી હતી. મેચની શરૂઆતમાં સમીર રિઝવી દબાણમાં જણાતો હતો.

એક સમયે તે 9 બોલમાં શૂન્ય અને બાદમાં 13 બોલમાં માંડ 5 રન બનાવી શક્યો હતો. જોકે, તેણે ધીરજ ગુમાવી નહીં અને એકવાર સેટ થયા બાદ લખનઉના બોલરો પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. તેણે પોતાની ઇનિંગમાં 4 છગ્ગા અને ૫ ચોગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા. ખાસ કરીને સ્પિનરો વિરુદ્ધ તેની પાવર-હિટિંગ ક્ષમતાએ સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

6 ડિસેમ્બર 2003ના રોજ મેરઠમાં જન્મેલા સમીર રિઝવીની આ સફળતા પાછળ તેના પિતા હસીન રિઝવી અને મામા તંકીબ અખ્તરની વર્ષોની મહેનત છે. પ્રોપર્ટી ડીલર પિતાએ આર્થિક તંગી વચ્ચે પણ સમીરના સપનાને જીવંત રાખ્યું હતું. 2020માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સમીર છગ્ગા ફટકારીને લાઈમલાઈટમાં આવ્યો હતો.  ચેન્નાઈ સુપર કિંગ્સે સમીરને 8.4 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ 2025ની મેગા હરાજીમાં દિલ્હી કેપિટલ્સે તેને માત્ર 95 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો

દિલ્હીએ તેને ખરીદીને દાયકાની સૌથી મોટી ડીલ કરી છે. સમીરની બેટિંગ પહેલા દિલ્હીના બોલરો લુંગી એનગિડી અને ટી. નટરાજને (૩-૩ વિકેટ) પણ કમાલ કરી લખનઉને માત્ર 141 રન પર રોકી દીધું હતું. લખનઉ માટે આ પરાજય એક મોટો બોધપાઠ છે કે ક્યારેક ઇન્ટરનેશનલ સ્ટાર્સ કરતા એ 'લોકલ બોય' વધુ ખતરનાક સાબિત થાય છે જે તમારા ઘરના મેદાનના ખૂણેખૂણાથી વાકેફ હોય છે. સમીર રિઝવીની આ ઇનિંગે તેને ભારતીય ક્રિકેટના ભાવિ સ્ટાર તરીકે પ્રસ્થાપિત કરી દીધો છે.