આઈપીએલ-2026માં દેખાઈ આ મિસ્ટ્રી ગર્લ કોણ? નેહલ વઢેરા સાથે ડેટિંગની ચર્ચા, સાદગી પર ફિદા થઈ ગયા ફેન્સ
આઈપીએલ 2026ની સીઝનમાં એક નવી મિસ્ટ્રી ગર્લની એન્ટ્રીએ સોશિયલ મીડિયાને ગરમાવી દીધું છે. શુક્રવારે (3 એપ્રિલ) ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના જોરદાર મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં એક આકર્ષક યુવતીને સ્પોટ કરવામાં આવી હતી, જેની ફોટો અને વીડિયો હાલ વાયરલ થઈ રહ્યા છે.
આ મિસ્ટ્રી ગર્લને પંજાબ કિંગ્સના રાઈઝિંગ સ્ટાર બેટ્સમેન નેહલ વઢેરા સાથે ડેટિંગ કરતી હોવાની ચર્ચાઓ જોર પકડી છે. મેચ દરમિયાન તેને પંજાબ કિંગ્સને ખૂબ જ ઉત્સાહથી ચીયર કરતી જોવા મળી હતી.
Kashmira Pardeshi at Chepauk Stadium for support PBKS and Nehal Wadhera #PBKSvsCSK#CSK#PBKS pic.twitter.com/bZV3AKTaZj
— Rajkumar (@itzrajkumarxx) April 3, 2026
મિસ્ટ્રી ગર્લ કોણ છે?
ફેન્સની જિજ્ઞાસા વચ્ચે સામે આવ્યું છે કે આ મિસ્ટ્રી ગર્લનું નામ કશ્મીરા પરદેશી છે. તેઓ એક અભિનેત્રી છે અને તમિલ, તેલુગુ તેમજ હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
તેમણે 2018માં તેલુગુ ફિલ્મ ‘નર્તનશાળા’થી કરિયરની શરૂઆત કરી હતી. 2019માં તમિલ ફિલ્મ ‘સિવાપ્પુ મંજલ પચ્ચાઈ’થી તમિલ ડેબ્યુ અને ‘મિશન મંગલ’ ફિલ્મથી હિન્દી સિનેમામાં પણ એન્ટ્રી કરી હતી. 2023માં તેઓ હિન્દી વેબ સિરીઝ ‘ધ ફ્રીલાન્સર’માં પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
કશ્મીરા પરદેશીની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઇંગ છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર 2.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેમની તસવીરો ગ્લેમરસ અને આકર્ષક છે, જેના કારણે ફેન્સ તેમની સાદગી અને સુંદરતા પર ખૂબ જ ફિદા થઈ રહ્યા છે.
Kashmira cutie coming to support PBKS on the same day I decide to support them ??!!! 🥰🥰🥰🥰🥰🥰 pic.twitter.com/WeCT2IRvBi
— Bala (punjab stan 🦁) (@edenhowzaattt) May 4, 2025
નેહલ વઢેરા સાથે કનેક્શન
રિપોર્ટ્સ અનુસાર કશ્મીરા પરદેશી અને નેહલ વઢેરા વચ્ચે ડેટિંગની અટકળો ચાલી રહી છે. જો કે અત્યાર સુધીમાં નેહલ વઢેરા કે કશ્મીરા પરદેશીમાંથી કોઈએ આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. તેથી આ માત્ર અટકળો જ છે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં તેમની હાજરી અને વાયરલ ફોટોઝે આઈપીએલ ૨૦૨૬માં એક નવી ચર્ચાનો વિષય બનાવી દીધો છે.