April 1, 2026
ગુજરાત

સાબરમતી રિવરફ્રન્ટ પર 'સ્યુસાઈડ' કેમ વધ્યા ? : 10 વર્ષમાં 1628 લોકોએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

12:36:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સાબરમતી રિવરફ્રન્ટ પર 'સ્યુસાઈડ' કેમ વધ્યા ? :</span> 10 વર્ષમાં 1628 લોકોએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું</strong></p>

અમદાવાદની શાન ગણાતો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો સાબરમતી રિવરફ્રન્ટ હવે ધીરે ધીરે 'સ્યુસાઈડ પોઈન્ટ'માં ફેરવાઈ રહ્યો છે. છેલ્લા એક દાયકાના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે, જેમાં જાણવા મળ્યું છે કે 10 વર્ષમાં કુલ 1628 વ્યક્તિઓએ સાબરમતી નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાઓ પાછળ પારિવારિક કંકાસ, આર્થિક તંગી અને માનસિક તણાવ જેવા કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

આંકડાકીય વિગત: છેલ્લા 10 વર્ષનો અહેવાલ

સાબરમતી રિવરફ્રન્ટ પર વર્ષ 2016 થી 2025 દરમિયાન નોંધાયેલા આત્મહત્યાના આંકડા નીચે મુજબ છે:
| વર્ષ : પુરુષ | મહિલા | બાળકો | કુલ |

| 2016 : 245 | 61 | 01 | 307 |
| 2017 : 178 | 36 | 03 | 217 |
| 2018 : 90 | 26 | 00 | 116 |
| 2019 : 75 | 14 | 00 | 89 |
| 2020 : 98 | 14 | 01 | 113 |
| 2021 : 104 | 26 | 03 | 133 |
| 2022 : 145 | 34 | 03 | 182 |
| 2023 : 148 | 31 | 02 | 181 |
| 2024 : 138 | 19 | 01 | 158 |
| 2025 : 101 | 29 | 02 | 132 |
| કુલ : 1322 | 290 | 16 | 1628 |

પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ

પ્રાપ્ત વિગતો અનુસાર, નદીમાં કૂદીને આત્મહત્યા કરનારાઓમાં પુરુષોની સંખ્યા સૌથી વધુ છે. કુલ 1628 કેસમાંથી 1322 પુરુષોએ આત્મહત્યા કરી છે, જ્યારે 290 મહિલાઓ અને 16 બાળકોએ પણ આ આત્યંતિક પગલું ભર્યું છે. નિષ્ણાંતોના મતે, ગંભીર બીમારી, પ્રેમ સંબંધમાં નિષ્ફળતા, આર્થિક કટોકટી અને ઘરકંકાસ જેવા કારણો લોકોને મજબૂર કરી રહ્યા છે.

ફાયર બ્રિગેડની કામગીરી અને પડકારો

છેલ્લા 10 વર્ષમાં ફાયર બ્રિગેડને આત્મહત્યાના પ્રયાસના કુલ 2044 કોલ્સ મળ્યા હતા. જેમાંથી ત્વરિત કામગીરી કરીને 415 વ્યક્તિઓના જીવ બચાવવામાં સફળતા મળી છે. જોકે, બચાવ કામગીરીમાં નદીમાં ફેંકવામાં આવતો કચરો મોટો અવરોધ બને છે. ઘણીવાર કચરાને કારણે રેસ્ક્યુ બોટ સમયસર પહોંચી શકતી નથી, જેને લીધે અનેક કિસ્સાઓમાં સમયસર સારવાર ન મળતા વ્યક્તિ મોતને ભેટે છે.

તંત્ર દ્વારા રિવરફ્રન્ટ પર સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વધારવામાં આવી હોવા છતાં, આત્મહત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા, જે ચિંતાનો વિષય છે.