April 7, 2026
બોલિવૂડ

જૂનો જાદુ, નવો અંદાજ: 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2' એ કેમ મચાવી છે ધૂમ? દર્શકોને ખેંચી લાવતા પ્લસ પોઈન્ટ્સ

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p>જૂનો જાદુ, નવો અંદાજ:<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2' એ કેમ મચાવી છે ધૂમ? </strong></span>દર્શકોને ખેંચી લાવતા પ્લસ પોઈન્ટ્સ</p>

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા 12મા અઠવાડિયાનો ટીઆરપી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મનોરંજન જગતની ક્વીન એકતા કપૂરની સીરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2' એ ફરી એકવાર મેદાન માર્યું છે. આ સીરિયલ છેલ્લા 9 મહિનાથી સતત નંબર-1 ના સ્થાને અકબંધ છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ, આ શોને 2.0 નું રેટિંગ મળ્યું છે, જે દર્શાવે છે કે દર્શકોમાં આ રીબૂટ વર્ઝનનો ક્રેઝ હજુ પણ યથાવત છે. આ સીરિયલની સફળતાએ ટેલિવિઝનના અન્ય દિગ્ગજ શો માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે.

લાંબા સમય સુધી ટોપ પર રહેનાર રાજન શાહીના સુપરહિટ શો 'અનુપમા' ને આ અઠવાડિયે ચોથા સ્થાને ધકેલાઈ જવું પડ્યું છે, જ્યારે 'તુમ સે તુમ તક' બીજા ક્રમે છે. સૌથી મોટો ફેરફાર 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં જોવા મળ્યો છે, જે છેલ્લા એક મહિનાથી ટોપ-5 ની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયો છે. સમૃદ્ધિ શુક્લા અને રોહિત પુરોહિતની જોડી હોવા છતાં આ શો રેટિંગમાં પાછળ પડી રહ્યો છે. જુલાઈ 2025 માં શરૂ થયેલી 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2' ની સફળતા પાછળનું સૌથી મોટું કારણ તેનું 'નોસ્ટાલ્જીયા ફેક્ટર' માનવામાં આવે છે.

વર્ષ 2000 માં જ્યારે ઓરિજનલ શો શરૂ થયો હતો, ત્યારે તેણે ભારતીય ટેલિવિઝનનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. તુલસી અને મિહિર જેવા પાત્રો આજે પણ લોકોના માનસપટ પર જીવંત છે. આ જૂના અને વફાદાર ફેનબેઝને કારણે નવી સીરિયલને શરૂઆતથી જ મોટો ફાયદો મળ્યો છે. સીરિયલની લોકપ્રિયતાનું બીજું મહત્વનું કારણ તેની 'પારિવારિક ડ્રામા' વાળી વાર્તા છે. ભારતીય દર્શકો આજે પણ સંયુક્ત પરિવારની વાર્તાઓ, સાસુ-વહુના સંબંધો અને ઘરગથ્થુ સંઘર્ષો જોવાનું પસંદ કરે છે.

એકતા કપૂરે આ જૂના ફોર્મ્યુલાને આજના સમય મુજબ નવા રંગરૂપમાં રજૂ કર્યો છે, જે યુવા પેઢી અને વડીલો એમ બંને વર્ગને આકર્ષવામાં સફળ રહ્યો છે. શોમાં જોવા મળતો 'હાઈ-વોલ્ટેજ ડ્રામા' પણ દર્શકોને જકડી રાખવામાં સફળ રહ્યો છે. દરેક એપિસોડમાં આવતા અનપેક્ષિત વળાંકો, સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ અને ઈમોશનલ પ્લોટ્સને કારણે લોકો આ સીરિયલ સાથે જોડાયેલા રહે છે. ખાસ કરીને આઈકોનિક પાત્રોની એન્ટ્રી અને નવી પેઢીના કલાકારો વચ્ચેનું ટ્યુનિંગ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવે છે.

આ રીબૂટ વર્ઝને ઓરિજનલ શોની ગરિમા જાળવી રાખી છે અને તેની સરખામણીમાં ક્યાંય પાછું પડ્યું નથી. 'ક્યોંકી 2' એ સાબિત કરી દીધું છે, આમ, મનોરંજનની દુનિયામાં અત્યારે 'ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2' નો એકહથ્થુ શાસન ચાલી રહ્યું હોય તેવું જણાય છે. આગામી સમયમાં અન્ય સીરિયલ્સ આ શોને ટક્કર આપવા માટે પોતાની વાર્તામાં કેવા ફેરફાર કરે છે તે જોવું રસપ્રદ રહેશે. હાલમાં તો વીરાણી પરિવારનો આ નવો અવતાર નાના પડદા પર કિંગ બનીને ઉભર્યો છે.