April 1, 2026
બોલિવૂડ

8 વર્ષ પછી અલ્લુ અર્જુન સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા? લંડનમાં વસાવી ચૂકી છે ઘર

10:53:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">8 વર્ષ પછી અલ્લુ અર્જુન સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા?</span> લંડનમાં વસાવી ચૂકી છે ઘર</p>

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા લગભગ 8 વર્ષથી મોટા પડદાથી દૂર છે. તેઓ ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે લગ્ન કરીને લંડનમાં પોતાનું ઘર વસાવી ચૂક્યા છે અને બે બાળકો વામિકા અને અકાયના માતા પણ બની ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં એવુ વાયરલ થઈ રહ્યું હતું કે, અનુષ્કા જલ્દી જ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે કમબેક કરવાની છે પરંતુ, આ ખબરમાં કેટલી સચ્ચાઈ છે?

AA23માં અનુષ્કાને કાસ્ટ કરવાની વાતો સંપૂર્ણપણે ખોટી છે
મીડિયાના અહેવાલ મુજબ અનુષ્કા શર્મા હાલમાં મોટા પડદા પર પાછા ફરવાનું કોઈ પ્લાન નથી બનાવ્યું. અલ્લુ અર્જુન અને ડિરેક્ટર લોકેશ કનગરાજ સાથેની આગામી ફિલ્મ AA23માં અનુષ્કાને કાસ્ટ કરવાની વાતો સંપૂર્ણપણે ખોટી છે. 

આ ફિલ્મ એક મોટા બજેટની એક્શન ફિલ્મ છે અને તેનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે. અનુષ્કા શર્માને આ પ્રોજેક્ટ માટે અભિગમ કરવામાં આવ્યો નથી અને તેમણે કોઈ નવી ફિલ્મ પણ સાઈન કરી નથી.

અનુષ્કાની વર્તમાન સ્થિતિ
અનુષ્કા હાલ લંડનમાં રહે છે, પરંતુ અવારનવાર ભારત આવ-જા કરે છે. તેઓ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજને મળવા પણ જતી રહે છે. તેમની છેલ્લી થિયેટર રિલીઝ ફિલ્મ શાહરૂખ ખાન સાથેની ‘ઝીરો’ (2018) હતી. ત્યારબાદ તેમણે ‘ચક્રા એક્સપ્રેસ’ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું, જે હજુ સુધી રિલીઝ થઈ નથી. ક્રિએટિવ મતભેદોને કારણે આ ફિલ્મ અટકી પડી છે.

અલ્લુ અર્જુનની ફિલ્મો
AA23 ઉપરાંત અલ્લુ અર્જુન ડિરેક્ટર એટલી સાથે પેન-ઈન્ડિયા સાયન્સ-ફિક્શન ફિલ્મ A6xA22માં કામ કરી રહ્યા છે, જેમાં દીપિકા પાદુકોણ તેમની સાથે હશે. અનુષ્કા આ ફિલ્મમાં પણ ભાગ લેશે એવી અફવાઓ પણ ફેલાઈ હતી, પરંતુ તેની પણ કોઈ પુષ્ટિ થઈ નથી.