April 1, 2026
ગુજરાત

આંધ્રપ્રદેશની વિશ્વની સૌથી નાની 'પૂગનૂર' ગાય પ્રથમ વખત તાપી જિલ્લામાં આવી: આકર્ષણનું કેન્દ્ર બની

06:43:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">આંધ્રપ્રદેશની વિશ્વની સૌથી નાની 'પૂગનૂર' ગાય પ્રથમ વખત તાપી જિલ્લામાં આવી: </span>આકર્ષણનું કેન્દ્ર બની</strong></p>

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાની પ્રખ્યાત અને વિશ્વની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી 'પૂગનૂર' ગાય હવે તાપી જિલ્લામાં જોવા મળી છે. વ્યારાના વતની દ્વારા જિલ્લામાં પ્રથમ વખત લાવવામાં આવેલી આ ગાય અને બળદની જોડી લોકોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જગાવી રહી છે. પશુપાલકો અને પશુ ચિકિત્સકોના મતે આ ગાય ઓછો નિભાવ ખર્ચ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દૂધ માટે જાણીતી છે.

મહત્તમ 3 ફૂટની ઊંચાઈ ધરાવતી રમકડાં જેવી ગાય 

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના મૂળ વતનવાળી આ પૂગનૂર જાતિની ગાય દેખાવમાં એકદમ નાની અને રમકડાં જેવી લાગે છે. આ જાતિની પુખ્ત વયની ગાયની વધુમાં વધુ ઊંચાઈ માત્ર 3 ફૂટ જેટલી જ હોય છે. તેના નાના કદ અને આકર્ષક દેખાવને કારણે તેને જોતા જ લોકોના મનમાં કુતૂહલની સાથે રમૂજ પણ પેદા થાય છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા અમિતભાઈ પટેલ દ્વારા આ ગાય અને બળદની જોડીને પ્રથમ વખત જિલ્લામાં લાવવામાં આવી છે. આંગણામાં છમ-છમ કરતી ફરતી આ ગાય સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે.

ઓછો નિભાવ ખર્ચ અને દૂધનો ઊંચો બજાર ભાવ 

પશુ ચિકિત્સકો અને પશુપાલકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અન્ય સામાન્ય ગાયોની સરખામણીમાં પૂગનૂર ગાયનો નિભાવ ખર્ચ ખૂબ જ નજીવો આવે છે. તે ખોરાક ઓછો લે છે, તેમ છતાં આ ગાય ખૂબ જ ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક દૂધ આપે છે. બજારમાં આ ગાયના દૂધની માંગ અને ઔષધીય ગુણો વધુ હોવાથી તેનો ભાવ પણ ખૂબ જ ઊંચો મળે છે, જે પશુપાલકો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે.

નાના કદના કારણે લોકો ઘરમાં પાળવાનું કરે છે પસંદ 

આ ગાયનું કદ એટલું નાનું અને આકર્ષક હોય છે કે, ઘણાખરા લોકો તેને પોતાના ઘરમાં જ પાળતું પ્રાણી તરીકે રાખવાનું પણ પસંદ કરે છે. તે બધી જ રીતે ગુણકારી અને શાંત સ્વભાવની હોવાનું માનવામાં આવે છે.