April 1, 2026
ભારત

વિશ્વ ક્ષય દિવસે આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાની દેશવાસીઓને હાકલ: જનભાગીદારી થકી આપણે ટીબીનો અંત લાવી શકીશું

12:58:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વિશ્વ ક્ષય દિવસે આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાની દેશવાસીઓને હાકલ: </span>જનભાગીદારી થકી આપણે ટીબીનો અંત લાવી શકીશું</strong></p>

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ દેશના તમામ નાગરિકોને ભારતમાંથી ટીબી નાબૂદ કરવા અને સૌના, ખાસ કરીને છેવાડાના અને સંવેદનશીલ લોકોના સ્વાસ્થ્યને વધુ બહેતર બનાવવા માટે એકજૂટ થઈને કામ કરવા હાકલ કરી છે. મંત્રીએ દેશને ટીબી મુક્ત બનાવવા માટે સરકારના પ્રયાસોની સાથે જનભાગીદારીને અત્યંત આવશ્યક ગણાવી છે.

રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ દેશની નોંધપાત્ર પ્રગતિ 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયા પર એક સત્તાવાર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, ભારતે 'રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ' હેઠળ આ બીમારી સામેની લડાઈમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. સરકારે ટીબીના નિવારણ, રોગની સમયસર શોધ અને દર્દીઓની સચોટ સારવાર પૂરી પાડવાની દિશામાં પોતાના પ્રયાસોને વધુ મજબૂત અને પરિણામલક્ષી બનાવ્યા છે.

આ વર્ષની થીમ: "હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ" 

આ વર્ષના વિશ્વ ક્ષય દિવસની થીમનો ખાસ ઉલ્લેખ કરતા જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, આ વર્ષની થીમ હા ! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. ભારત દ્વારા નેતૃત્વ. જનભાગીદારી દ્વારા સંચાલિત" રાખવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ નવી થીમ ટીબી મુક્ત ભવિષ્યના નિર્માણમાં દેશની સહિયારી પ્રતિબદ્ધતા અને દ્રઢ વિશ્વાસને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. રોગમુક્ત રાષ્ટ્ર બનાવવા માટે જનતાનો સાથ અનિવાર્ય છે.

આરોગ્યસંભાળ કાર્યકરોની અથાક સેવા અને સમર્પણની સરાહના 

ટીબી સામેની આ લડાઈમાં રાત-દિવસ જોયા વિના ફ્રન્ટલાઈન પર કામ કરતા આરોગ્યસંભાળ કાર્યકરોની અથાક સેવા અને દર્દીઓ પ્રત્યેની તેમની કરુણાપૂર્ણ સંભાળ માટે આરોગ્ય મંત્રીએ વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પોતાના નિવેદનના અંતમાં મંત્રીએ નાગરિકોને 'ટીબી મુક્ત ભારત' અને એક સ્વસ્થ તેમજ મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સક્રિયપણે કામ કરવા અપીલ કરી હતી.