April 5, 2026
બોલિવૂડ

શું યામી ગૌતમ પાસે છે અલૌકિક શક્તિ? 'નવી નવેલી'માં આદર્શ વહુના રૂપમાં જોવા મળશે અભિનેત્રી

10:41:00 AM
Save
Apr 5, 2026
Share :
<p>શું યામી ગૌતમ પાસે છે અલૌકિક શક્તિ?<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> 'નવી નવેલી'માં આદર્શ વહુના રૂપમાં જોવા મળશે અભિનેત્રી</strong></span></p>

બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી યામી ગૌતમ ફરી એકવાર મોટા પડદા પર ધમાકેદાર વાપસી કરવા તૈયાર છે. જાણીતા ફિલ્મ નિર્માતા આનંદ એલ. રાય નિર્મિત હોરર-કોમેડી ફિલ્મ 'નવી નવેલીનું શૂટિંગ આગામી 7 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મમાં યામી ગૌતમ એક 'નવી નવેલી' દુલ્હનના મુખ્ય રોલમાં જોવા મળશે, જેની વાર્તામાં હોરર, કોમેડી અને પૌરાણિક કથાઓનું અદભૂત મિશ્રણ હશે. ફિલ્મની વાર્તા એક આદર્શ વહુની આસપાસ ફરે છે, પરંતુ તેમાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેના સાસરિયાઓ અને દિયરને તેના ઇરાદા પર શંકા થવા લાગે છે. પરિવારના સભ્યોને આશંકા છે કે તેમની નવી વહુ પાસે કોઈ 'અલૌકિક શક્તિ' છે.

આ રહસ્યમય અને હાસ્યથી ભરપૂર ફિલ્મનું શૂટિંગ મુંબઈ, ભોપાલ અને મેરઠ જેવા શહેરોમાં કરવામાં આવશે. શૂટિંગના પ્રથમ તબક્કાની શરૂઆત મુંબઈના મલાડ વિસ્તારમાં કરવામાં આવશે, જ્યાં એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એક મહિનાના શૂટિંગ શેડ્યૂલ દરમિયાન યામી ગૌતમ પર લગ્નના દ્રશ્યો અને તેના પરિવાર તથા મિત્રો સાથેના સિક્વન્સ ફિલ્માવવામાં આવશે. મુંબઈનું શૂટિંગ પૂર્ણ થયા બાદ મે મહિનામાં સમગ્ર કાસ્ટ અને ક્રૂ બે મહિના માટે ભોપાલ અને મેરઠ જવા રવાના થશે. ભોપાલ અને મેરઠના શેડ્યૂલમાં યામી ગૌતમના સાસરિયાના ઘરના દ્રશ્યો શૂટ કરવામાં આવશે.

આ દરમિયાન વાર્તામાં રહસ્યમય ઘટનાઓ આકાર લેતી જોવા મળશે, જે પ્રેક્ષકોને જકડી રાખશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત માર્ચ મહિનામાં કરવામાં આવી હતી, ત્યારથી જ યામીના ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આનંદ એલ. રાયની આ ફિલ્મ બોલિવૂડમાં હોરર-કોમેડી શૈલીમાં એક નવો આયામ સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે. યામી ગૌતમનો નવો અવતાર અને વાર્તામાં રહેલું પૌરાણિક કથાઓનું જોડાણ આ ફિલ્મને વર્ષ 2026ની સૌથી પ્રતિક્ષિત ફિલ્મોમાંની એક બનાવે છે.