April 1, 2026
ગુજરાત

2020 પછી 'યોગ ફાઉન્ડેશન' કેમ એક્ટિવ નહોતું? 10 દિવસના રિમાન્ડ અને પ્રદીપની મિલકતો પર નજર, પોલીસ તપાસમાં સામે આવ્યો ખુલાસો... 

02:45:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>2020 પછી 'યોગ ફાઉન્ડેશન' કેમ એક્ટિવ નહોતું? </strong></span>10 દિવસના રિમાન્ડ અને પ્રદીપની મિલકતો પર નજર, પોલીસ તપાસમાં સામે આવ્યો ખુલાસો... </p>

અમદાવાદમાં નકલી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ કરતા ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. 

ક્રાઈમ બ્રાન્ચના PI એસ. જે. જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 18 તારીખે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નકલી ચલણી નોટો સાથે કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં સૌથી મોટું નામ પ્રદીપ ગિરી ઉર્ફે પ્રદીપ જોટગીયાનું બહાર આવ્યું છે, જે યોગ ગુરુ તરીકેની ઓળખ ધરાવે છે. જોકે તપાસમાં ખૂલ્યું છે કે તેનું 'યોગ ફાઉન્ડેશન' વર્ષ 2020 પછી સક્રિય નહોતું અને તેની આડમાં તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં પૂછપરછ દરમિયાન આ આખા કાવતરાના તાર છેક ચીન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.ક્રાઈમ બ્રાન્ચના PI એસ. જે. જાડેજા

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ આખું કાવતરું આજથી છ મહિના પહેલા અશોકભાઈ માવાણીના ઘરે બેસીને ઘડવામાં આવ્યું હતું. નફાની વહેંચણી માટે એવી શરત રાખવામાં આવી હતી કે કુલ કમાણીના 50% હિસ્સો પ્રદીપ ગિરી રાખશે, જ્યારે બાકીના 50% અન્ય તમામ સાગરીતો વચ્ચે વહેંચવામાં આવશે. આ નેટવર્ક એટલું વ્યવસ્થિત હતું કે તેઓ 1 લાખ રૂપિયાની અસલી કરન્સી સામે 3 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં આપતા હતા, એટલે કે અંદાજે 33% કમિશન પર આ કાળો કારોબાર ચાલતો હતો. આ ટોળકી અત્યાર સુધીમાં 10 થી ૧૨ લાખ રૂપિયા જેટલી નકલી નોટો બજારમાં ફરતી કરી ચૂકી હોવાની આશંકા છે, જે અર્થતંત્ર માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.પ્રદીપ જોટાંગીયા

આ કેસમાં સૌથી ચોંકાવનારું પાસું તેનું ઇન્ટરનેશનલ કનેક્શન છે. પ્રદીપ ગિરી ગત ફેબ્રુઆરી મહિનામાં ચીન ગયો હતો અને ત્યાંથી આ નકલી નોટો છાપવા માટેની પેરવી કરી હતી. તેણે ચીનથી કુલ 8 કાર્ટૂન મંગાવ્યા હતા અને નકલી નોટોના કાગળ કે અન્ય સામગ્રી મેળવવા માટે અંદાજે 17.50 લાખ રૂપિયા હવાલા મારફતે ચીન મોકલ્યા હતા. આ રકમ કયા આંગણિયા પેઢી મારફતે મોકલવામાં આવી તેની ઝીણવટભરી તપાસ હાલ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. નોટો છાપવા માટે તેઓ 'Secure Print Agent' નામની ખાસ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા જેથી નોટો અસલી જેવી જ દેખાય. 

અત્યાર સુધીના દરોડામાં પોલીસે કુલ 2 કરોડ 48 લાખ 26 હજાર 500 રૂપિયાની નકલી નોટો કબ્જે કરી લીધી છે. આટલી મોટી માત્રામાં નકલી કરન્સી પકડાવવી એ પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવે છે. હાલમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપની મિલકતોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે કે તેણે આ કાળા કારોબારમાંથી કેટલી સંપત્તિ ભેગી કરી છે. આગામી દિવસોમાં આંગણિયા સંચાલકો અને આ નેટવર્કમાં જોડાયેલા અન્ય નાના-મોટા પ્યાદાઓની ધરપકડ થવાની પણ પૂરી શક્યતા છે.