April 1, 2026
સ્પોર્ટ્સ

સચિનના લાલ પર યોગરાજનો વિશ્વાસ...હું બનાવીશ મહાન બેટ્સમેન

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સચિનના લાલ પર યોગરાજનો વિશ્વાસ...</strong></span>હું બનાવીશ મહાન બેટ્સમેન</p>

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં જેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે તેવા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે અર્જુનની પ્રતિભા પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરતા એક મોટી ચેલેન્જ ફેંકી છે. તેમણે દાવો કર્યો છે કે જો અર્જુન તેમની તાલીમ હેઠળ આવે, તો તેઓ માત્ર 6 મહિનામાં તેને વિશ્વનો મહાનતમ બેટ્સમેન બનાવી શકે છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ યુવરાજ સિંહના પિતા અને પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ હંમેશા પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. 

તેમણે દાવો કર્યો છે કે જો અર્જુન તેમની દેખરેખ હેઠળ તાલીમ લે, તો તેઓ તેને ટૂંકા સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બનાવી શકે છે. યોગરાજ સિંહે મીડિયા સમક્ષ ખુલ્લી ચેલેન્જ ફેંકતા કહ્યું કે, "હું આખી દુનિયાને પડકાર આપું છું કે અર્જુન તેંડુલકર જો મારી સાથે માત્ર 6 મહિના વિતાવે, તો તે દુનિયાના તમામ બેટ્સમેનોને પાછળ છોડી દેશે." તેમણે આત્મવિશ્વાસ સાથે ઉમેર્યું કે જો તેઓ અર્જુનને મહાન ખેલાડી ન બનાવી શકે, તો તેઓ પોતાની દાઢી કાપી નાખશે અર્જુનને મહાન બનાવવા માટે યોગરાજ સિંહે એક કડક રોડમેપ તૈયાર કર્યો છે. તેમના મતે, અર્જુને દરરોજ 15,000 બોલની પ્રેક્ટિસ કરવી પડશે. યોગરાજ સિંહ માને છે કે માત્ર સખત મહેનત અને હજારો બોલનો સામનો કરવાથી જ બેટિંગમાં તે ચોકસાઈ અને આક્રમકતા લાવી શકાય છે.

અર્જુન તેંડુલકરના અત્યાર સુધીના પ્રદર્શન પર વાત કરતા યોગરાજ સિંહે જણાવ્યું કે તેને યોગ્ય તક મળી નથી. રણજી ટ્રોફીની ડેબ્યુ મેચમાં સાતમા નંબરે આવીને સદી ફટકાર્યા બાદ પણ તેને ઉપરના ક્રમે રમવા દેવામાં આવ્યો ન હતો. મુંબઈ માટે માત્ર 5 મેચ રમનાર અર્જુન માટે આ એક નવી શરૂઆત છે. હવે જોવાનું એ રહેશે કે યોગરાજ સિંહના આ માર્ગદર્શનનો લાભ અર્જુન લે છે કે નહીં અને નવી ટીમમાં તેનું પ્રદર્શન કેવું રહે છે.