બોમ્બ લ્યારીમાં ફૂટ્યો, પણ ધુમાડો બાંદ્રા-જુહુ સુધી ઉડ્યો.... ઝાકિર ખાને આદિત્ય ધરની ફિલ્મ માટે ઇન્ડસ્ટ્રીને સંભળાવી દીધું!
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ હાલ સિનેમાઘરોમાં સુનામી લાવી રહી છે. 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર કમાણીના રેકોર્ડ જ નથી તોડી રહી, પરંતુ બોલિવૂડના આંતરિક સમીકરણોને પણ હચમચાવી રહી છે. આ ભવ્ય સફળતાની ઉજવણી વચ્ચે જાણીતા કોમેડિયન ઝાકિર ખાને પોતાના આગવા અંદાજમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની માનસિકતા પર આકરા પ્રહાર કર્યા છે. એક તાજેતરના એવોર્ડ શો દરમિયાન ઝાકિર ખાને બોલિવૂડના દિગ્ગજો પર કટાક્ષ કરતા કહ્યું કે, ફિલ્મની સફળતાની અસર છેક બાંદ્રા અને જુહુના આલીશાન બંગલાઓ સુધી વર્તાઈ રહી છે.
ભવ્ય સફળતા વચ્ચે જાણીતા કોમેડિયન ઝાકિર ખાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની માનસિકતા પર આકરા પ્રહાર કર્યા છે, એક તાજેતરના એવોર્ડ શો દરમિયાન ઝાકિર ખાને પોતાના અંદાજમાં બોલિવૂડના દિગ્ગજો પર કટાક્ષ કરતા અનેક સવાલો ઉભા કર્યા છે. ઝાકિર ખાને ફિલ્મની સફળતા અંગે વાત કરતા કહ્યું કે, "ધુરંધર 2 ની સફળતાથી ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને બળતરા થઈ છે. સ્થિતિ એવી છે કે બોમ્બ લ્યારીમાં ફૂટ્યો છે, પણ તેનો ધુમાડો બાંદ્રાથી જુહુ સુધી ઉડ્યો છે." આ નિવેદન દ્વારા ઝાકિર ખાને સંકેત આપ્યો છે કે પ્રાદેશિક કે નાના સ્તરેથી આવતી ફિલ્મો જ્યારે મોટી સફળતા મેળવે છે, ત્યારે બોલિવૂડના પ્રસ્થાપિત ગઢ ગણાતા વિસ્તારોમાં તેની નકારાત્મક અસર જોવા મળે છે.
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સતત કમાણીના નવા શિખરો સર કરી રહી છે. ઝાકિર ખાનના મતે, ફિલ્મની વાસ્તવિકતા અને જોરદાર પટકથાને કારણે પ્રેક્ષકો તેને પસંદ કરી રહ્યા છે, પરંતુ ઇન્ડસ્ટ્રીના અમુક વર્ગમાં આ સફળતાને પચાવવી મુશ્કેલ બની રહી છે. એવોર્ડ શોમાં ઝાકિર ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા તેને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. ફેન્સનું માનવું છે કે ઝાકિર ખાને બોલિવૂડમાં ચાલતા ઇનસાઇડર-આઉટસાઇડર અને સફળતાના પક્ષપાત પર સચોટ પ્રહાર કર્યો છે.