April 1, 2026
ક્રાઈમ

વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ઝડપાયો

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p>વડોદરામાંથી ત્રણ વર્ષથી નાસતો ફરતો <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આરોપી આખરે ઝડપાયો</strong></span></p>

વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વની કાર્યવાહી કરતા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસની પકડથી દૂર રહેતા અને કોર્ટ દ્વારા સજા પામેલા ફરારી આરોપીને ઝડપી પાડ્યો છે. નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ તકસીરવાન ઠરેલો આ આરોપી સજાથી બચવા માટે સતત નાસતો-ફરતો હતો. 7માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવિલ કોર્ટ, દિવાળીપુરા દ્વારા ગુ.મુ.નં. 2997/2023 હેઠળ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના કેસમાં અજય ચુનિલાલ વાઘોટાને તકસીરવાન ઠેરવી સજા ફટકારવામાં આવી હતી.

જોકે, કોર્ટના આદેશ બાદ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો થઈ ગયો હતો અને પોલીસને લાંબા સમયથી હાથતાળી આપી રહ્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. પંડ્યા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.જે. મિયાત્રાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી,

ચોક્કસ અને ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે આરોપી અજય વાઘોટા હાલ તેના ઘરે હાજર છે. બાતમીના આધારે સયાજીગંજ પોલીસે તાત્કાલિક આરોપીના ઘરે દરોડો પાડી તેને દબોચી લીધો હતો. વર્ષોથી ફરારી રહેલા આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.